મારા દીનદયાળુ ઘનશ્યામ રે મોહન આવો મેહેર કરી.૧/૧

પદ-૧/૧(રાગ :મારો રામ ગયા છે વનવાસરે) પદ-૨૨૭ મારા દીનદયાળુ ઘનશ્યામ રે મોહન આવો મેહેર કરી.ટેક. જગના પિતા છો મને જીવથી વહાલા વારી; લોભીને વાલું જેમ દામરે.મોહન.૧ પ્રાણસ્નેહી મને પ્રાણથી પ્યારા છોજી; કામી પુરુષને જેમ વામરે.મોહન.૨ શોભાના સાગર છોજી શામ સલૂણા વાલા;અ

પદ-૧/૧(રાગ :મારો રામ ગયા છે વનવાસરે)
પદ-૨૨૭
મારા દીનદયાળુ ઘનશ્યામ રે મોહન આવો મેહેર કરી.ટેક.
જગના પિતા છો મને જીવથી વહાલા વારી;
લોભીને વાલું જેમ દામરે.મોહન.૧
પ્રાણસ્નેહી મને પ્રાણથી પ્યારા છોજી;
કામી પુરુષને જેમ વામરે.મોહન.૨
શોભાના સાગર છોજી શામ સલૂણા વાલા;
પ્રીતે પધારો મારે ધામરે.મોહન.૩
નારાયણ દાસ કહે નામ તમારું વારી;
જપિયે અંતરમાં આઠો જામરે.મોહન.૪

પ્રીતે પધારો મારે ધામરે.મોહન.૩ નારાયણ દાસ કહે નામ તમારું વારી; જપિયે અંતરમાં આઠો જામરે.મોહન.૪

મૂળ પદ

મારા દીનદયાળુ ઘનશ્યામ રે મોહન આવો મેહેર કરી.

મળતા રાગ

મારો રામ ગયા છે વનવાસરે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી