હું તો હૈયે રાખુ સ્વામી, ખૂબ કહ્યે રાખુ સ્વામી,૪/૪

હું તો હૈયે રાખુ સ્વામી, ખૂબ કહ્યે રાખુ સ્વામી,
સુણશો જરૂર હૈયાના સૂર, એવી આશા રાખું છું...હું તો ૦ ટેક
તમે મળશો મુજને નક્કી, મારા નાથ વાત છે પક્કી,
પણ કે'દી મળશો વ્હાલા, મુને મુદત આપો મતવાલા...હું તો ૦ ૧
પાયે પડી પડીને વિનવું, હૈયે રડી રડીને વિનવું,
બહુ ના રડાવો સ્વામી, આવુ ના શોભે હે સ્વામી...હું તો ૦ ૨
કહે જ્ઞાનજીવન મારા પ્યાર, મારા સુખ શાંતિ શણગાર,
મારા માલિક, મોહનવર ન્યારા, સહજાનંદ સુખ દેનારા...હું તો ૦ ૩

મૂળ પદ

મને ઉગારો હે સ્વામી ! મને સુધારો હે સ્વામી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી