સજની સાચા ભક્તો સંકટમાં શૂરારે, ૧/૧

પદ-૧/૧(રાગ :પૂનમચાંદની)
પદ-૨૨૮
સજની સાચા ભક્તો સંકટમાં શૂરારે,
બીજા કાચા મનમાં કંપે છે અપાર;
દેહદર્શીને આપદ આવે ડોલે દિલમાંરે,
આતમ દર્શીને રહે છે આનંદ ઉર મોઝાર.સજની.ટેક.
શૂરો ચડે સંગ્રામમાં સો સો પડે જ્યાં ઘાવ,
નજર બાંધી નિશાનમાં પાછો ભરે ન પાવ;
ટુકટુક કટકારે થાય આખા અંગનારે,
તોયે ગ્લાની મનમાં પામે ન લગાર.સજની.૧
એવા હરિજન આકરા શૂરાના સરદાર,
દુઃખ પડે ડગે નહીં ધિરજ ધારી અપાર;
કામ ક્રોધ લોભ શત્રુ ભિતર બહારનારે,
તેને બાળી મુકે જ્ઞાન તણે અંગાર.સજની.૨
આવે અચાનક આપદા તન ધનની થાય હાણ,
તો હિંમત હાંરે નહિ તેનાં થાય વખાણ;
સાચી શ્રદ્ધા રાખી સેવે નિત્ય શ્રીહરિ રે,
જાણે સુપના સરખો જુઠો આ સંસાર.સજની.૩
પહેલું જુવે હરિ પારખું દઇને ઝાઝું દુઃખ,
પછી અભય કરે ભક્તને સર્વોપરી દઇ સુખ;
એવું જાણીને હરિજન હિમ્મત રાખજોરે,
સંકટ વેળામાં શ્રીજી કરતાં સાર.સજની.૪
સવળી ટેક સમજી ગ્રહિ શિર સાટે કરી સહી,
હાલર પક્ષી લાકડું ગ્રહ્યું મુકે નહી;
એવી ગ્રહિ ગાંઠ પાડી હદયે હીરનીરે,
તે નવ છૂટે કૂટે સમજાવી સો વાર.સજની.૫
સો લાંઘણ સિંહને પડે તો ન ભક્ષે ઘાસ;
તેમ અન્ય ભકત ભગવાનના અવર કરે નહિ આશ;
એવા લાડીલા ભક્તો ભગવાનનારે;
તે પર નારાયણદાસ બલીહાર.સજની.૬

મૂળ પદ

સજની સાચા ભક્તો સંકટમાં શૂરારે,

મળતા રાગ

પૂનમચાંદની

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી