ઉદ્ધવ કેજો વાલાને એક વાતરે, ૧/૨

પદ-૧/૨(રાગ :ધિમા ધિમા ચાલોને મારા પ્રાણરે)
પદ-૨૩૦
ઉદ્ધવ કેજો વાલાને એક વાતરે, 
મને વાલા વિના રહેવાતું નથી;                    ઉદ્ધવ.ટેક.
સુખ થાતું નથી દિન રાતરે, 
પે'લી પ્રીત કરી ઘણી અમે સાથે અલબેલ, 
હવે મુકી એકલી છેહ દઇ ગયા છેલ;
પેલી કુબજાયે કામણીયું ખુબ કર્યું, 
મન મોહને હર્યું કરી ઘાતરે.                          ઉદ્ધવ.૧
વિરહની વાધી વેદના વાલો વસ્યા વિદેશ, 
અંતર ઝાળ ઝંપે નહિ ક્યાં જઇ સ્થિર ઠરેશ;
મારું જોબન જીવન વિના જાતું રહે, 
નયણે નીર વહે નારી જાતરે.                        ઉદ્ધવ.૨
અબળાનું દુઃખ ઉર ધરી વેલા આવો ઘેર, 
ઉદ્ધવ કહેજો એટલું કરે લીલા લહેર;
દાસ નારાયણ વિનતિ વેગે કરે, 
નિત્ય ધ્યાન ઘરે જગતાતરે.                         ઉદ્ધવ.૩

 

મૂળ પદ

ઉદ્ધવ કેજો વાલાને એક વાતરે,

મળતા રાગ

ધિમા ધિમા ચાલોને મારા પ્રાણરે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી