હરિ ભજતાં વારે તે વેરી જાણવા, ૧/૧

પદ-૧/૧(રાગ :મોહનને ગમવાને ઇરછો માનની)
પદ-૨૩૪
હરિ ભજતાં વારે તે વેરી જાણવા,
હરિ ભક્તિમાં પાડે જે કોઇ ભંગ જો;
એવાથી અળગારે રહીયે આપણે,
પાપી પામરનો નવ કરીએ સંગજો.હરિ.૧
અવિદ્યા વશી છે જેના ઉરમાં
કામ ક્રોધ આદિ સર્વે લઇ સાથજો;
એવાનો જે સંગ કરે સંસારમાં,
પકડી તેને પહોચાડે જમ હાથ જો.હરિ.૨
પ્રહલાદે પણ ત્યાગ કર્યો પિતાતણો,
અખંડ રાખ્યા રામ હૃદય મોઝાર જો;
મોહનવરને મળવા કેરે કારણે,
ઋષિ પત્નીએ ત્યાગ કર્યા ભરતાર જો.હરિ.૩
હરિજન સંગે હેત સદા વધારીએ.
દુર્જનનો કાંઇ કરવો નહિ વિશ્વાસ જો;
ભાવ ધરીને ભજીયે શ્રી ભગવાનને,
કર જોડીને કહે છે નારણદાસ જો હરિ.૪

પદ-૧/૧(રાગ :મોહનને ગમવાને ઇરછો માનની) પદ-૨૩૪ હરિ ભજતાં વારે તે વેરી જાણવા, હરિ ભક્તિમાં પાડે જે કોઇ ભંગ જો; એવાથી અળગારે રહીયે આપણે, પાપી પામરનો નવ કરીએ સંગજો.હરિ.૧ અવિદ્યા વશી છે જેના ઉરમાં કામ ક્રોધ આદિ સર્વે લઇ સાથજો; એવાનો જે સંગ કરે સંસારમાં, પકડી તેને પહોચાડે જમ હાથ જો.હરિ.૨ પ્રહલાદે પણ ત્યાગ કર્યો પિતાતણો, અખંડ રાખ્યા રામ હૃદય મોઝાર જો; મોહનવરને મળવા કેરે કારણે, ઋષિ પત્નીએ ત્યાગ કર્યા ભરતાર જો.હરિ.૩ હરિજન સંગે હેત સદા વધારીએ. દુર્જનનો કાંઇ કરવો નહિ વિશ્વાસ જો; ભાવ ધરીને ભજીયે શ્રી ભગવાનને, કર જોડીને કહે છે નારણદાસ જો હરિ.૪

મૂળ પદ

હરિ ભજતાં વારે તે વેરી જાણવા,

મળતા રાગ

મોહનને ગમવાને ઇરછો માનની

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી