શ્રીજી મહારાજ રાખો લાજ અમારી;૧/૨

પદ-૧/૨(રાગ :શ્રીજી મહારાજ માગું શરણ તમારું)
પદ-૨૩૫
શ્રીજી મહારાજ રાખો લાજ અમારી;
લાજ અમારી રાખો દેવ મોરારી.શ્રીજી.ટેક.
સુદામાને સુખડું દીધું, મીરાબાઇનું ઝેર પીધું;
પાંડવનું પાલન કીધું ભકત ભયહારી.શ્રીજી.૧
રાવણ રાજાને માર્યો અજામેળ પાપી તાર્યો;
અરધે નામે ઉગાર્યા ગજ ગીરધારી.શ્રીજી.૨
મઘવા મદને ઉતારી, ગોવર્ધન કરમાં ધારી;
ઉગાર્યા નર નારી વ્રજના વિહારી.શ્રીજી.૩
અરજી સુણો અવિનાશ, પ્રીતમજી રાખો પાસ;
માગે નારાયણદાસ ભક્તિ તમારી.શ્રીજી.૪

મૂળ પદ

શ્રીજી મહારાજ રાખો લાજ અમારી;

મળતા રાગ

શ્રીજી મહારાજ માગું શરણ તમારું

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી