શ્રીજી મહારાજ સુણો અરજ અમારી;૨/૨

પદ-૨/૨
પદ-૨૩૬
શ્રીજી મહારાજ સુણો અરજ અમારી;
અરજ અમારી સુણોજી અવતારી.શ્રીજી.ટેક.
કામાદિક શત્રુ બાળો, પાપ સઘળાં પ્રજાળો;
તાપ ત્રિવિધના ટાળો દયા દિલ ધારી.શ્રીજી.૧
સદા મને સત્સંગ દેજો, કુસંગથી બચાવી લેજો;
અચળ રૂદિયામાં રહેજો સ્મૃતિ તમારી.શ્રીજી.૨
માયા કેરૂં બંધન કાપો, શરણું નિજ પદનું આપો;
ચિતડું તો ચરણે સ્થાપો વિશ્વવિહારી, શ્રીજી.૩

મૂળ પદ

શ્રીજી મહારાજ રાખો લાજ અમારી;

મળતા રાગ

શ્રીજી મહારાજ માગું શરણ તમારું

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી