ધન્ય છે માંચા ભગતને, વારંવાર ધન્ય છે માંચા ભગતને;૨/૪

પદ-૨/૪
પદ-૨૩૯
ધન્ય છે માંચા ભગતને, વારંવાર ધન્ય છે માંચા ભગતને;
જેણે જાણ્યું છે જુઠું જગતને.વારંવાર.ટેક.
માંચા ભગત ઘેર આવ્યાં ધુતારા, મારી કહાઢયા તે ઠગતને.વારંવાર.
અચળ નિષ્ઠા પ્રગટ પ્રભુમાં, અંતરમાં ન ડગતને વારંવાર.
મન કર્મ વચને શ્રી હરિ સેવ્યા, સેવ્યા મોટા મુગતને.વારંવાર.
નારણદાસના નાથ ભજીને, પામ્યા અક્ષર તખતને.વારંવાર.

મૂળ પદ

આજે અક્ષરવાસી અવની ઉપર આવીયારે,

મળતા રાગ

પૂનમચાંદની ખીલી

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી