ભકત પર્વતભાઇ પ્યારા, પ્રભુજીને ભકત પર્વતભાઇ પ્યારા;૩/૪

પદ-૩/૪
પદ-૨૪૦
ભકત પર્વતભાઇ પ્યારા, પ્રભુજીને ભકત પર્વતભાઇ પ્યારા;
જેણે સેવ્યા છે સરજનહારા.પ્રભુને.ટેક.
પર્વત ભુવનમાં પ્રભુ પધાર્યા, ઘી પીરસ્યું એકધારા.પ્રભુજીને.૧
નિશદિન પ્રીતી હરિના ચરણમાં, વિષય વાતથી ન્યારા.પ્રભુજીને.૨
ધિરજધારી પરઉપકારી, શીલ સંતોષી ઉદારા.પ્રભુજીને.૩
નારણદાસ કહે હરિજન મહિમા શું જાણે લોક બિચારા.પ્રભુજીને.૪

મૂળ પદ

આજે અક્ષરવાસી અવની ઉપર આવીયારે,

મળતા રાગ

પૂનમચાંદની ખીલી

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી