માયા તમારી દ્રઢ લાગીરે માણીગર માવા.માયા.૧/૨

પદ-૧/૨(રાગ :રામ ભજન રોકડ નાણુંરે)
પદ-૨૪૨
માયા તમારી દ્રઢ લાગીરે માણીગર માવા.માયા.ટેક.
ઘાયલ થઇને હું તો ઘર ધંધો ભૂલીરે;
પ્રેમની કટારી મને વાગીરે.માણીગર.૧
મનોહર મૂર્તિ તારી, પ્રાણ થકી લાગે પ્યારી;
પૂર્વની પ્રીતી મારી જાગીરે.માણીગર.૨
આપ છબી ઉરમાં ધારી, માયા થકી થઇ છું ન્યારી;
ભવની ભ્રાંતિ સહુ ભાગીરે.માણીગર.૩
નારણદાસ કહે નાથ તમારી મેં તો;
ભાવ ધરીને ભક્તિ માગીરે.માણીગર.૪

મૂળ પદ

માયા તમારી દ્રઢ લાગીરે માણીગર માવા.માયા.

મળતા રાગ

રામ ભજન રોકડ નાણુંરે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી