માયા લગાડી ગયા મેલીરે મથુરાના વાસી.માયા૨/૨

પદ-૨/૨
પદ-૨૪૩
માયા લગાડી ગયા મેલીરે મથુરાના વાસી.માયા ટેક.
વિસારીને બેઠા હવે કુબજાના ઘરમાં પેઠા;
આજે અક્ષરવાસી અવની ઉપર આવીયારે.મથુરા.૧
અક્ષર મુક્તોને લાવ્યા આપ અપાર;
પ્રીતિ લગાડી મને પે'લીરે.મથુરા.૨
તમને જોવાને તલખું ક્યારે હવે નયણે નિરખું;
બહુનામી છોજી સદા બેલીરે.મથુરા.૩
પીયુ પીયુ કરતાં હવે પ્રાણ જશે મારા વાલા;
વાલમજી કરજો વ્હાર વે'લીરે.મથુરા.૪
નારાયણ દાસ કહે નાથ દયાળુરે;
આવી ઉગારો ઘડી છેલીરે.મથુરા.૫

મૂળ પદ

માયા તમારી દ્રઢ લાગીરે માણીગર માવા.માયા.

મળતા રાગ

રામ ભજન રોકડ નાણુંરે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી