ભાગ્ય ઉદય થયાં માહ્યરાં મળીયા સહજાનંદરે ૧/૨

પદ-૧/૨(રાગ :ભૂલી ભમે છે ભામની)

પદ-૨૪૪
ભાગ્ય ઉદય થયાં માહ્યરાં મળીયા સહજાનંદરે.ભાગ્ય.ટેક.
જેના દર્શન ઇચ્છે દેવતા શુક નારદ શેષ;
સનક જનક સમરે સદા ગુણ ગાય ગણેશ.ભાગ્ય.૧
જેને અર્થે જોગી વનમાં તપ કરતાં અપાર;
સંસારનું સુખ પરહરિ ભજે ભક્તિકુમાર.ભાગ્ય.૨
એવા પ્રભુ મુજને મળ્યા મહા સમરથ શ્યામ;
નારણદાસના નાથજી કોટીજન વિસરામ.ભાગ્ય.૩

મૂળ પદ

ભાગ્ય ઉદય થયાં માહ્યરાં મળીયા સહજાનંદરે.ભાગ્ય

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી