અહો દિવસ ઘડી આજની પધાર્યા ધર્મકુમાર;૨/૨

 પદ-૨/૨

અહો દિવસ ઘડી આજની પધાર્યા ધર્મકુમાર;
અક્ષરપતિ આજ ઓળખ્યા માયાતીત મોરાર.             ટેક.
ફેરો સફળ થયો માહ્યરો પામી ભવજળ પાર;
સર્વ મનોરથ સિદ્ધ થયા નથી બાકી લગાર.                 અહો.૧
આનંદનો દિન આવીયો ગયા દુઃખના તે દન;
માયા ઉપાધી મટી ગઇ થયું શીતળ મન.                    અહો.૨
નિરવધી સુખ સાંપડ્યું પોંચી હામ તમામ;
નારણદાસનો નાથજી ભેટ્યા શ્રી ઘનશ્યામ.                 અહો.૩
 

મૂળ પદ

ભાગ્ય ઉદય થયાં માહ્યરાં મળીયા સહજાનંદરે.ભાગ્ય

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી