મેં જગનો છોડ્યો ફંદરે સતસંગ સાચો કીધો; ૧/૧

પદ-૧/૧(રાગ :ભયનો છોડ્યો ભાસ)
પદ-૨૪૬
મેં જગનો છોડ્યો ફંદરે સતસંગ સાચો કીધો;
ઉરમાં વધ્યો વધ્યો આનંદરે સતસંગ સાચો કીધો.ટેક.
પૂર્વ જન્મની પ્રીતિ મારી, તેથી મેં ઓળખ્યા અવતારી;
મંગળ મૂર્તિ ઉરમાં ધારી ઘટમાં ગમ્યા ગોવિંદરે.સતસંગ.૧
પૂરણવર પુરુષોત્તમ પામી, સુખસાગર સહજાનંદ સ્વામી;
પ્રેમ સહિત ભક્તિ ઉર જામી હરિ ને હરિજન વૃંદ રે.સતસંગ.૨
અહો ધન્ય આ ભાગ્ય અમારાં, સફળ થયાં સુકૃત સુભ સારાં;
મન કર્યા માયાથી ન્યારા, ધારી ધર્મકુળચંદરે.સતસંગ.૩
મહેર કરી મોહનવર મળીયા, બહુનામી બળીયાના બળીયા;
દાસ નારણ કે'અઢળક ઢળીયા શ્રીજી સદા સુખકંદરે સતસંગ.૪

મૂળ પદ

મેં જગનો છોડ્યો ફંદરે સતસંગ સાચો કીધો;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી