પ્રીતમ પ્યારા પધારો પૂરણ પ્રેમ ધરી, ભોજનિયાં ભાવ ભરી;૨/૨

પદ-૨/૨
પદ-૨૪૮
પ્રીતમ પ્યારા પધારો પૂરણ પ્રેમ ધરી, ભોજનિયાં ભાવ ભરી;
જમાડું જુગતી કરી, જમો જગદિશ હરિ..રે ...હાં..પ્રીતમ.૧
કૃપા સિંધુ અધિક કૃપાવંત થશો, સદા ઉરમાંહી વસો,
કદી નવ દુર થશો, રહે નહિ રોગ કશો..રે...હાં..પ્રીતમ.૨
મારા ઉરમાં આનંદ અતિ આજ થયો, કોટી કંકાશ ગયો;
અધિક ઉત્સાહ લહ્યો, હરખ ન જાય કહ્યો..રે..હાં..પ્રીતમ.૩
નથી ગમતું ઘરબાર મને આપ વિના, પધારો નાથ દીના;
રંગીલા રંગભીના, નારણદાસ પ્રભુજીના..રે...હાં..પ્રીતમ.૪

મૂળ પદ

મુગટ ધારી મોહન મારી વ્હાર કરો;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી