મન ગમતા મહેર લાવોરે મોહન મારા; ૧/૧

પદ-૧/૧(રાગ :મુખડાની માયા લાગીરે)
પદ-૨૪૯
મન ગમતા મહેર લાવોરે મોહન મારા;
ગુણવંતા ઘેર આવોરે પ્રીતમ પ્યારા.ટેક.
મને ત્હારી માયા લાગી.પ્રેમની કટારી વાગી;
પૂર્વની પ્રીત જાગીરે.પ્રીતમ.૧
શ્રીહરિ સનમુખ આવું, મોતીડાંનો થાળ લાવું;
વાલીડા તમને વધાવુંરે.પ્રીતમ.૨
પાઘ તો બંધાવું પ્યારી, હાર તો લાવું હજારી;
પહેરાવું પ્રેમ ધારીરે.પ્રીતમ.૩
દાસ તો નારણ માગે, નાથ રહેજો નેણાં આગે;
દુ:ખડાંતો દુર ભાગેરે.પ્રીતમ.૪

મૂળ પદ

મન ગમતા મહેર લાવોરે મોહન મારા;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી