શ્રીજી મહારાજ સુખ આપજો, દિનાનાથ દયાળજી; ૧/૧

પદ-૧/૧(રાગ :જંગલ વસાવ્યું જોગીયે
પદ-૨૫૦
શ્રીજી મહારાજ સુખ આપજો, દિનાનાથ દયાળજી;
દાસ તણાં દુઃખ કાપજો.કરુણાનીધી કૃપાળજી.શ્રીજી.૧
એક તમારો આશરો, બીજો નહિરે આધારજી;
પ્રાણપતિ પ્રતિપાળ છો, ધર્મદેવના કુમારજી.શ્રીજી.૨
દશ દીશા જેને દુઃખની, તેને સુખના દેનારજી;
અનાથના તમે નાથ છો, ધર્મદેવ કુમારજી.શ્રીજી.૩
દુઃખીયાનું દુઃખ જોઇને, નથી ખમતા લગારજી.
સુખ દેવા છો ઉતાવળા, ધર્મદેવના કુમારજી.શ્રીજી.૪
અલ્પબુદ્ધિ અતિ માહ્યરી, સમજુ નહિ સારજી;
બાનાની પત રાખજો, ધર્મદેવના કુમારજી.શ્રીજી.૫
સંકટમાં તમે શામળા, મારી સુણજો પોકારજી;
નારણદાસના નાથજી, ધર્મદેવના કુમારજી.શ્રીજી.૬

મૂળ પદ

શ્રીજી મહારાજ સુખ આપજો, દિનાનાથ દયાળજી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી