જય જય શ્રીજી મહારાજ પધાર્યા પ્રીતે; ૧/૧

પદ-૧/૧(રાગ :લાવણી)
પદ-૨૫૧
 
જય જય શ્રીજી મહારાજ પધાર્યા પ્રીતે;જય ગુણસાગર ઘનશ્યામ સદા શુભ રીતે.
જય પ્રગટ થયા પરિબ્રહ્મ દયા ધારી;જય સહજાનંદ ભગવાન સદા સુખકારી.
જય મુક્તમણી મહારાજ માણકીવાળા;ગૌ બ્રાહ્મણના પ્રતિપાળ અપાર દયાળા.
જય પુરુષોત્તમ પરમેશ આપ અવતારી;જય સહજાનંદ ભગવાન સદા સુખકારી.
જય વિશ્વતણા આધાર વિશ્વથી ન્યારા;જય દિવ્ય સદા સાકાર અપાર ઉદારા.
જયકારી જગમાં વિમળ અતિ વિસ્તારી;જય સહજાનંદ ભગવાન સુખકારી.
જય અધમ ઉદ્ધારણ નાથ ચરાચર સ્વામી;જય સેવક સુખ ભંડાર સદા બહુનામી.
નિત્ય ચરણ કમળનું ધ્યાન ઘરે નરનારી;જય સહજાનંદ ભગવાન સદા સુખકારી.
જય સર્વાતીત અજીત સકલ જગ ત્રાતા;જય મંગળ રૂપ અનુપ મોક્ષના દાતા.
તવ ભકત નારાયણ દાસ શરણ બલીહારી;જય સહજાનંદ ભગવાન સદા સુખકારી. ૧૦ 

મૂળ પદ

જય જય શ્રીજી મહારાજ પધાર્યા પ્રીતે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી