શ્રીજી મહારાજ પ્રીતે પધાર્યા; ૧/૧

પદ-૧/૧(રાગ :નારાયણ નામ લેને તું પ્રાણી રે.)
પદ-૨૫૨
શ્રીજી મહારાજ પ્રીતે પધાર્યા;
હરિ ભક્તોને ભવજળ તાર્યોરે.શ્રીજી.ટેક.
છપૈયાપુર જન્મ ધરીનેરે, આવ્યા ગઢપુર વન વિચરીનેરે;
મનમોહન મહેર કરીને.શ્રીજી.૧
રામાનંદ સ્વામી સુખકારીરે, તેને ગુરુ કર્યા ગીરધારીરે;
વાલો અવતારના અવતારી.શ્રીજી.૨
રામાનંદ થયા અંતર્ધાનરે, બેઠા ગાદીયે શ્રી ભગવાનરે,
દીધાં દાસોને દર્શન દાન.શ્રીજી.૩
પછી ધર્મ એકાંતિક સ્થાપ્યોરે, ભય કોટિક જન્મનો કાપ્યોરે;
હરિ ભકતોને આનંદ આપ્યો.શ્રીજી.૪
દાસ નારણના સદા સ્વામીરે, બળવંત સદા બહુનામીરે;
વાલો અક્ષરધામના ધામી.શ્રીજી.૫

મૂળ પદ

શ્રીજી મહારાજ પ્રીતે પધાર્યા;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી