માફ કરો મહારાજ, ગોવિંદ ગુન્હા, માફ કરો મહારાજ ૧/૫

માફ કરો મહારાજ, ગોવિંદ ગુન્હા, માફ કરો મહારાજ;
			ગુણિયેલ ગરીબનિવાજ...ગોવિંદ૦ ટેક.
સીતાની સારુ તમે રાવણ માર્યો, બાંધી સાગર પર પાજ...ગોવિંદ૦ ૧
પંચાળીનાં તમે પટકુળ પૂર્યાં, રાખી સભામાં લાજ...ગોવિંદ૦ ૨
પારધી બાણથી હોલી ઉગારી, વેંધીને શકરો બાજ...ગોવિંદ૦ ૩
બાઈ મીરાં ને નરસિંહ મહેતાનાં, કીધાં અલૌકિક કાજ...ગોવિંદ૦ ૪
નારણદાસના નાથ દયાળુ, શામળિયા શિરતાજ...ગોવિંદ૦ ૫
 

મૂળ પદ

માફ કરો મહારાજ, ગોવિંદ ગુન્હા, માફ કરો મહારાજ

મળતા રાગ

ઢાળ : ક્યાંથી આ સંભળાય, મધુર સ્વર

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી