માયા નદીની પાર ઉતારો મને, માયા નદીની પાર;૨/૫

પદ-૨/૫
પદ-૨૫૪
માયા નદીની પાર ઉતારો મને, માયા નદીની પાર;
અખિલ જગદાધાર ઉતારો મને માયા નદીની પાર.ટેક.
માયા નદી છે વિકટ વસમી, ઘોર અતિ અંધકાર.ઉતારો.૧
માયા નદીમાં મગર રહે છે, પ્રમુખ તેમાં ખટ ચાર.ઉતારો.૨
માયા નદીનો પ્રવાહ મોટો, તેમાં વહે સંસાર.ઉતારો.૩
નામ તમારૂં નાવ અમારૂં, ઉતરવા ભવપાર.ઉતારો.૪
નારણદાસના નાથ દયાળુ, વાલમ કરજો વ્હાર.ઉતારો.૫

મૂળ પદ

માફ કરો મહારાજ, ગોવિંદ ગુન્હા, માફ કરો મહારાજ

મળતા રાગ

ઢાળ : ક્યાંથી આ સંભળાય, મધુર સ્વર

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી