વાસ કરો અવિનાશ, અમારે ઉર, વાસ કરો અવિનાશ ૩/૫

વાસ કરો અવિનાશ, અમારે ઉર, વાસ કરો અવિનાશ;
			જાણી પોતાનો દાસ...અમારે૦ ટેક.
વાસ કરો તો આનંદ ઊપજે, ત્રિવિધીના જાય ત્રાસ...અમારે૦ ૧
દીન આધિન છું દાસ તમારો, આપો અક્ષરમાં વાસ...અમારે૦ ૨
તમોને મૂકીને માયા ભજે તે, દૂધ મૂકીને પીયે છાસ...અમારે૦ ૩
નારણદાસના નાથ નિયંતા, પૂરો અમારી આશ...અમારે૦ ૪
 

મૂળ પદ

માફ કરો મહારાજ, ગોવિંદ ગુન્હા, માફ કરો મહારાજ

મળતા રાગ

ઢાળ : ક્યાંથી આ સંભળાય, મધુર સ્વર

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી