ભીતી હરો ભગવાન, અમારી પ્રભુ, ભીતી હરો ભગવાન ૪/૫

ભીતી હરો ભગવાન, અમારી પ્રભુ, ભીતી હરો ભગવાન;
			ધરું તમારું ધ્યાન...અમારી૦ ટેક.
લંકા પ્રજાળીને રાવણ માર્યો, દશ મસ્તક વીસ કાન...અમારી૦ ૧
શ્રીગિરધારી ગાયો ઉગારી, કીધું દાવાનળ પાન...અમારી૦ ૨
દ્રૌપદીનાં તમે ચીર જ પૂર્યાં, રાખ્યું સભામાં માન...અમારી૦ ૩
નારણદાસના નાથ દયાળુ, આપો અભય વરદાન...અમારી૦ ૪
 

મૂળ પદ

માફ કરો મહારાજ, ગોવિંદ ગુન્હા, માફ કરો મહારાજ

મળતા રાગ

ઢાળ : ક્યાંથી આ સંભળાય, મધુર સ્વર

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી