શા માટે મને પજવો છો સ્વામી મારા પ્રાણ આધાર રે તમે પ્રભુજી અતિ છો દયાળુ ૧/૪

શા માટે મને પજવો છો સ્વામી, મારા પ્રાણ આધાર રે;
તમે પ્રભુજી અતિ છો દયાળુ, સર્વે જાણ સુજાણ રે..શા માટે૦ ૧
તમને રાજી કરવા માટે, મથવું છે અપાર રે;
તુંજમાં પ્રીતિ કરી અતિશે, પામવો તારો પ્યાર રે..શા માટે૦ ૨
વાલમ મારી તુંજ માયાથી, રક્ષા કરો હે નાથ રે;
જાણી તમારો પ્રીતમ મુજને, લગાવો છાતિ સાથ રે..શા માટે૦ ૩
જ્ઞાનજીવનને મળવું તમને, શ્રીહરિ ધર્મકુમાર રે;
ખેંચો મને તમારા ભણી, અતિશે આપીને પ્યાર રે..શા માટે૦ ૪

મૂળ પદ

શા માટે મને પજવો છો સ્વામી

મળતા રાગ

રસિકરાય મારે મહોલ પધારો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી