વાલો અક્ષર નિવાસી આજ રે, અવનિ ઉપરરે આવિયા ૧/૧

પદ-૧ (રાગ:લખજો કાગળીયાંરે પ્રેમનાં)
પદ ૫૦
વાલો અક્ષર નિવાસી આજ રે, અવનિ ઉપરરે આવિયા;
મહા મેહેર કરી મહારાજરે, અવનિ ઉપરરે આવિયા ટેક.
જેને વેદ વંદન કરે સદાય મૂર્તિમાન;
સનક જનક સમરે સદા, જેનું યોગી ધરે છે ધ્યાનરે.અવનિ.૧
અગોચર તે ગોચર થયા, અગમ થયા સુગમ;
પ્રેમ ધરી પધારિયા, શ્રી પુરુષોત્તમ પરિબ્રહ્મ રે.અવનિ.૨
દુર્ગપુર દયા કરી, દાદા ખાચરને ઘેર;
હર્યા ફર્યા હેતમાં, વાલો રમ્યા જમ્યા રૂડી પેરરે.અવનિ.૩
જીરણગઢ જગદિશ ગયા, અમદાવાદ અલબેલ;
જયતલપુર જગન કર્યા, વાલે વાળી છે રંગડાની રેલરે.અવનિ.૪
ભુજનગર ભૂધર ગયા, લોજપુર કરી લહેરરે,
ધોળકે ધોળે રે ધર્મસુત.ઘણી મોહન કરી છે મહેરરે અવનિ.૫
વૃતપુરી વૃષકુળમણી, વસીયા કરીને વહાલ;
રમણ રેતી રસિયે કરી, વાલો ભક્તોતણા પ્રતિપાળરે.અવનિ.
ડભાણે ડંકો વગાડીયો, વડોદરે વિશ્વાધાર;
સુરત ભરૂચ શ્રીજી ગયા, ભક્ત નારાયણદાસના આધારરે.અવનિ.

મૂળ પદ

વાલો અક્ષર નિવાસી આજ રે, અવનિ ઉપરરે આવિયા

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી