શ્રુતિ સ્મૃતિને શાસ્ત્રોએ, કહ્યો જે સદાચાર; ૧/૧

પદ- (રાગ:દોહરો)
પદ ૫૧
શ્રુતિ સ્મૃતિને શાસ્ત્રોએ, કહ્યો જે સદાચાર;
ધર્મ તેહને જાણવો, સૌ જનને નિરધાર.૧
ધર્મ સંતનાં વચન, તે પાળો કરીને પ્યાર;
ધર્મ વિના સંસારમાં, દુઃખ પામે નરનાર.૨
ધર્મ સુખનાં મુળ છે, ધર્મ સર્વાધાર;
ધર્મ સહિત ભક્તિ કરે, તે ઉતરે ભવપાર.૩
ધર્મ ધર્મસુતને પ્રિય છે, કરે ધર્મની વા'ર;
ધર્મ ધરણીપર સ્થાપવા, ધરે હરિ અવતાર.૪
વર્ણાશ્રમના ધર્મને, જે પાળે કરી પ્રીત;
સદગતિ સુખ સંપતિ તે, પામે પરમ પુનિત.૫
સત્ શાસ્ત્રોમાં વર્ણવ્યો, વિધિ નિષેધ સુખકાર;
યથાર્થ તેને પાળતાં સૌ ઉતરે ભવપાર.૬
ધર્મ ધરે તજી શરમને, શિર સાટે હરિજન;
જશ વાધે આ જગતમાં, થાય મોક્ષ નિર્વિઘ્ન.૭
ધર્મ ધરે નરનારી જે, તેનો સફળ અવતાર;
દાસ નારાયણ વિનવે, ધર્મ ધરો નિરધાર.૮

મૂળ પદ

શ્રુતિ સ્મૃતિને શાસ્ત્રોએ, કહ્યો જે સદાચાર;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી