ભજ પ્રગટ પ્રભુને આજ ધરીને ભાવે;૧/૪

પદ-૧/૪(રાગ :લાવણી નાટકી)
પદ- ૫૩ (રાગ, મારા મંદિરે પધાર્યા શ્યામ થઇ બડભાગી)
ભજ પ્રગટ પ્રભુને આજ ધરીને ભાવે;
આ મોંઘા મનુષ્ય દેહ ફરી ફરી નાવે.૧
ખરો અવસર આવ્યો આજ અમુલખ ટાણું;
નહી આવે બીજીવાર ખરચતાં નાણું.૨
આ સુતવિત દારા સંપત સર્વ જુઠી;
આ મુકીને ઘરબાર જવું છે ઉઠી.૩
આ ગરજાગરજી સર્વે કુટુંબી કાચું;
હરિ ભજ્યા વિના જમદૂત ભાંગશે ડાચું.૪
આ દેહ ગેહને દ્રવ્ય પલકમાં જાશે;
કહ્યું સમ ખાઇ સો વાર નારાયણદાસે.૫

મૂળ પદ

ભજ પ્રગટ પ્રભુને આજ ધરીને ભાવે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી