સંસાર મોઝાર વિકાર ભરેલા ભારી૨/૪

પદ-૨/૪
પદ ૫૪
સંસાર મોઝાર વિકાર ભરેલા ભારી;
હરિભજન વિના દુઃખદાઇ સદા નરનારી.૧
આ તન ધન જોબન રંગ પતંગ સરિખો;
તેને જાતાં શી છે વાર થવાનો ફીકકો.૨
આ કાયા કાચો કુંભ જવાનો ફૂટી;
આ તન ધનની સૌ આશ જવાની તૂટી.૩
આ સ્વપ્ના જેવું સુખ જગતમાં જાણો;
તેનું શા સારુ અભિમાન અંતરે આણો.૪
તારું મુખ જમનાં ખુબ ખાસડાં ખાસે;
કહ્યું સમ ખાઇ સો વાર નારાયણદાસે.૫

મૂળ પદ

ભજ પ્રગટ પ્રભુને આજ ધરીને ભાવે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી