મહા ચિંતામણીને તુલ્ય મનુષ્ય તન કહાવે;૩/૪

પદ-૩/૪
પદ-૫૫
મહા ચિંતામણીને તુલ્ય મનુષ્ય તન કહાવે;
તે પાપી પામી આજ તું વ્યર્થ ગુમાવે.૧
તને ધીક ધીક છે ધીકકાર અકલના અંધા;
તે કર્યો નહિ વિચાર મતિના મંદા.૨
કરી ફોગટ મોટાં ફેલ થયો તું ફજેત;
ઉંધો આવ્યો ને ઉંધુ વાળ્યું અચેત.૩
ખરો અવસર ખોયો આજ ભજ્યા નહિ રામ;
તું નિર્લજને શી લાજ બગાડ્યું કામ.૪
તારી અંત વખતમાં ખરી ફજેતી થાશે,
કહ્યું સમ ખાઇ સો વાર નારણદાસે.૫

મૂળ પદ

ભજ પ્રગટ પ્રભુને આજ ધરીને ભાવે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી