ગર્ભવાસ તણો બહુ ત્રાસ ગયો તું ભૂલી;૪/૪

પદ-૪/૪
પદ-૫૬
 
ગર્ભવાસ તણો બહુ ત્રાસ ગયો તું ભૂલી;ઉદરમાં ઉંધે શિશ રહ્યોતો ઝૂલી.
હરિએ સંકટમાં સહાય કરી છોડાવ્યો;જમને આપી જામીન બહાર તું આવ્યો.
બે હાથ જોડી હરિ પાસ બંદોબસ્ત કીધો;ભક્તિ કરવાનો કોલ પ્રભુને દીધો.
ધરી જન્મ ન પાળ્યો કોલ કશોયે ગમાર;નહિ મુકે જમના દૂત જામીન થનાર.
થશે અંત વખતમાં અતિ ઘણો કંકાસે;કહ્યું સમ ખાઇ સો વાર નારાયણદાસે. ૫ 

મૂળ પદ

ભજ પ્રગટ પ્રભુને આજ ધરીને ભાવે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી