જ્યારે તું હતો ગર્ભ મોઝાર, ત્યારે તને ગરજ હતી તે વાર; ૧/૧

સાખી:ગર્ભવાસનું દુઃખ ઘણું, કષ્ટ કહ્યું નવ જાય;
તે સંકટથી છોડાવીઓ, શામળીએ કરી સહાય.
પદ ૫૭(રાગ :લાવણી હરિ હાં હાંરે)
પદ ૫૭
જ્યારે તું હતો ગર્ભ મોઝાર, ત્યારે તને ગરજ હતી તે વાર;
પછી કાઢ્યો તને બહાર, ત્યારે મતિ ફરિ.હરિ હાં હાંરે, ત્યારે.
આવ્યો બહાર કુશળ ક્ષેમ, ત્યારે મનમાં ધારી એમ;
પ્રભુ કરજો ગમે તેમ, જ્યારે આવું મરી.હરિ હાં હાંરે.જ્યારે.
શાંતિ આવી થયું સુખ, જોયું માત પિતાનું મુખ;
ભૂલી ગયો પેલું દુઃખ, હુંવા હુંવા કરે, હરિ હાં હાંરે.હુવા.
પુત્ર જન્મ્યો જાણી સાર, આવે જોવા નરને નાર;
હરખે માત પિતા અપાર, મન મોદ ભરે.હરિ હાં હાંરે.મન
સાખી: પુત્ર જન્મ્યો જાણીને આવ્યાં ફુઓ ને ફોઇ;
બેન બનેવી આવિયા, હરખ ઘણેરો હોય.૧
સગા સબંધી સૌ મળી, કરે જુજવી આશ;
સ્વાર્થનો સબળો તાણીને, પૂરણ બાંધ્યો પાસ.૨

મૂળ પદ

જ્યારે તું હતો ગર્ભ મોઝાર, ત્યારે તને ગરજ હતી તે વાર;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી