માત તાત ઘણું હરખાય, અતિ આનંદમાં દિન જાય. ૧/૧

પદ-૧ (રાગ :ભાવે ભક્તિ કરો નરનારી)
પદ-૫૮
માત તાત ઘણું હરખાય, અતિ આનંદમાં દિન જાય.ટેક.
રમાડે જમાડે ખેલાડે ખાંતે, મનમાં ઘણાં મકલાય;
બોલે છે કાલું લાગે વહાલું, આનંદ ઉર ન સમાય;
માતા જાણે મોટો સુત થાય, પણ આયુષ્ય એની કપાય...માત તાત.
રમતાં ને જમતાં ભણતાં તે ગણતાં, વિત્યાં વરસ દશબાર;
ઉદર ભરવા ઉદ્યમ કરવા, હુન્નર શીખ્યો હજાર;
પછી પરણ્યો છે કુળવંતી નાર, અતિ અંતર હરખ અપાર....મા.
પંચવિષયમાં પ્રીતિ કરીને, અળગા કર્યા અવિનાશ;
માયામાં મોહ્યો વિવેક ખોયો, કહે છે નારાયણદાસ;
એમ કરતાં વરસ થયાં વીસ, તોયે જપ્યા નહિ જગદીશ......મા.

મૂળ પદ

માત તાત ઘણું હરખાય, અતિ આનંદમાં દિન જાય.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી