ગમતું નથી મને તુજ વિના, શું કહું જગદાધાર રે ૨/૪

ગમતું નથી મને તુજ વિના, શું કહું જગદાધાર રે;સાથે રહો પ્રીતમ મારા, પ્રેમ કરીને અપાર રે.. ગમતું૦ ૧
મુખડું તારું છે પ્યારુ પ્યારુ, મુજને સુખ દેનાર રે;કાયા તારી જીવન મારી, સુખ શાંતિ આધાર રે.. ગમતું૦ ૨
મૂર્તિ મનોહર અતિ સુખકર, ભૂલી કેમ ભુલાય રે;તમારા વિના હવે હે આધાર, જીવ્યું કેમ જીવાય રે.. ગમતું૦ ૩
જ્ઞાનજીવનના ગદ્ગદ્ ગળે, ગીત તણો પોકાર રે;
રાજી થઇને સુખે દેજો, હૈયાનો હોંકાર રે.. ગમતું૦ ૪ 

મૂળ પદ

શા માટે મને પજવો છો સ્વામી

મળતા રાગ

રસિકરાય મારે મહોલ પધારો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી