પછી આવી એને જુઠી જુવાનીરે, ૧/૧

પદ-૧(રાગ :માન માયાના કરનારા રે)
પદ-૫૯
પછી આવી એને જુઠી જુવાનીરે,
બન્યો બાવરો ને થયો છે બેભાની.
સાખી:છોગાં મેલી ચાલતો ફરતો ખોસી ફૂલ,
મનમાં બહુ મક્લાય છે ખરો ખરને તુલ્ય;
મહા મગરૂરીમા થયો મસ્તાનીરે.બન્યો.૧
સાખી:છાતી કહાડી છક ધરી ચાલે શેરીમાંય,
વરણાગીમાં વાંકડો ગાફ્લ ગોથાં ખાય;
એમ આવરદાની કરે હાનીરે.બન્યો.
સાખી:પરનારીને પેખતો લાજે નહિ લગાર,
જ્યાં ત્યા જુઠું બોલતો અનરથ કરે અપાર;
નથી ખબર કશી બોલ પેલાનીરે.બન્યો.
સાખી:ગૌર ચામડી જોઇને મુઢ રહ્યા છે મો'ઇ,
સગા સહુ વિસારીયા નારીનું મુખ જોઇ;
ચાલે આડો અધિક અભિમાનીરે બન્યો.
સાખી:ધન ત્રિયાની ધાખન્યા કરે દિવસને રાત,
એટલામાં આઘેડ બનતો થયાં છોકરાં સાત;
નારણદાસ કહે મહા મસ્તાનીરે.બન્યો.

મૂળ પદ

પછી આવી એને જુઠી જુવાનીરે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી