થયો કૃતઘ્ની હરામ, પ્રભુને તો વિસારી દીધા રે. ૧/૧

પદ-૧ (રાગ :ક્ષત્રિ કલંક)
પદ-૬૦
થયો કૃતઘ્ની હરામ, પ્રભુને તો વિસારી દીધા રે.
નીજ બગાડ્યું સરવે કામ, .પ્રભુને.
નાત માંહી મનાવા કાજ, ....પ્રભુને.
ધરી લોક કુટુંબની લાજ.....પ્રભુને.૧
કર્યા બાગ બગીચા ઘરબાર, પ્રભુને.
નિત્ય રાજી રાખે સુત નાર...પ્રભુને.
કરે ઉદ્યમ તે બહુ ભાત, .......પ્રભુને.
ગર્ભવાસની વિસારી વાત....પ્રભુને.૨
લટા પટાં થઇને ફરે છે લાલ, પ્રભુને.
બણી બેશને સંભાળે બાલ......પ્રભુને.
થયો માયામાં અતિ ચકચુર, ...પ્રભુને.
રચ્યો પચ્યો રહે ભરપુર..........પ્રભુને.૩
ખાય પીયે ને ખૂબી કરે નિત્ય.., પ્રભુને.
લાગી પ્રેમદા સાથે પ્રીત...........પ્રભુને.
થશે આગળ દુઃખ અપાર, .........પ્રભુને.
દાસ નારણ કહે નિરધાર...........પ્રભુને.૪

મૂળ પદ

થયો કૃતઘ્ની હરામ, પ્રભુને તો વિસારી દીધા રે.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી