એમ જ કરતાં અભાગિયાને, થયાં વરસ ચાલીશ; ૧/૧

 પદ-૧                                                    પદ-૬૨

                               
(રાગ: વૈશમપાયન એણીપેરે બોલ્યા સુણ જનમેજય રાય)
એમ જ કરતાં અભાગિયાને, થયાં વરસ ચાલીશ;
એટલે પડયો ઘર કુવામાં, જાણ્યા નહિ જગદિશ.
સુખ સંપત ને દારા સારુ, કીધાં કુંડા કામ;
રાત દિવસ રઝળે છે ઝાઝું, દોડે લેવા દામ.
મોટો થાવા બહુ મનાવા, ખરચે વિત અપાર;
મંદિર જાવા હરિ ગુણ ગાવા, કર્યો નહિ વિચાર.
માયા દેખી મનમાં ફૂલે, અંતરમાં આનંદ;
દાસ નારાયણ હરિ ભજ્યા વિણ, ટળે નહિ દુઃખ ફંદ.
 

મૂળ પદ

એમ જ કરતાં અભાગિયાને, થયાં વરસ ચાલીશ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી