એંશી વરસે આવરદા ખૂટી, દુરમતિની દોરી તુટી; ૧/૧

 

પદ-૬૪
એંશી વરસે આવરદા ખૂટી, દુરમતિની દોરી તુટી;
થયો રોગ દીર્ઘ દિલ ભારી, સામું જુવે નહિ સુત નારી.
થઇ શિથીલ કારમી કાયા, તોય મુકે નહિ મુંઢ માયા;
જાણે સુત નારી શું કરશે, મારા વિના ઝૂરી ઝૂરી મરશે.
એમ બીજાનું જુએ તપાસી, પણ પોતાની ન જુએ ફાંશી;
પછી આવી રહ્યો એનો કાળ, ત્યારે કરે છે આળ પંપાળ.
લેવા આવિયા જમ અપાર, રોકી દ્વારને મારે છે માર;
ઘણું જોર કરી જમદૂત, કાઢ્યો કાયાથી બહાર કપૂત.
કેનું ચાલ્યું નહિ એક રતી, જમપુરીમાં ચાલ્યો કુમતિ;
ત્યાં જમનાં તે ખાસડાં ખાશે, સત્ય નારણદાસ પ્રકાશે.

મૂળ પદ

એંશી વરસે આવરદા ખૂટી, દુરમતિની દોરી તુટી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી