કહી કહીને કહીયે કેટલું રે, લુચ્ચો માને ન લેશ;૪/૪

 પદ-૪/૪

કહી કહીને કહીયે કેટલું રે, લુચ્ચો માને ન લેશ;
જડબુદ્ધિ તે નથી જાણતો, શ્યામશ્વેત થયા કેશ. કહી કહીને.૧
કાળ અચાનક આવશેરે, લેશે સાંજ સવાર;
તહારી વતીનો તે સમે, કોણ ખાશે ત્યાં માર.કહી કહીને.૨
ખોટા ખલકમાં ખેલીયો રે, ખરી ખાધી તે ખોટ;
દ્વાર ઉઘાડ્યું મહાદુઃખનું, ખરી ચુક્યો તું ચોટ. કહી કહીને.૩
તર્ક કર્યા ત્રિય ધનનારે, નરકે જવાને કાજ;
આક ફળ અંધ તે આરોગીયાં, સેવ્યો શઠનો સમાજ. કહી કહીને.૪
ઉદર કારણ તે અભાગીયારે, કીધા હુન્નર હજાર;
જીવનું જતન કાંઇ ના કર્યું, ભર્યો કરમનો કોઠાર. કહી કહીને.૫
જીવત ખોયું જંજાળમાં રે, થયો મરવા તૈયાર;
નારણદાસ કહે જમદૂતનો, ખુબ ખાજે તું માર. કહી કહીને.૬

મૂળ પદ

જગમાં તે જન્મીને શું કર્યું રે, ઘડી ગાયા નહીં રામ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી