પ્રીત કરી છે પ્રીતમ તુંમાં, જાણી સર્વેનું મૂળ રે ૩/૪

પ્રીત કરી છે પ્રીતમ તુંમાં, જાણી સર્વેનું મૂળ રે;
તુજ વિના મારું બીજું સર્વ, ટળજો વ્હાલા સમૂળ રે...પ્રીત૦ ૧
હૈયા માથે હરિવર મારા, રાખુ રમતા રાજ રે;
જીવન જીવું તમારા કાજે, કરુ તમારા કાજ રે...પ્રીત૦ ૨
કાંઇ ન દેશો પગાર પેટે, દેજો રાજીપો લેશ રે;
તોય હું માનીશ મહાભાગ્ય મારા, મારા હે પરમેશ રે...પ્રીત૦ ૩
કયાંથી તમારો મળે જ મેળાપ, જીવને પ્રાણજીવન રે;
રાજી થઇને પાળો છો મુને, રાજી જ્ઞાનજીવન રે...પ્રીત૦ ૪

મૂળ પદ

શા માટે મને પજવો છો સ્વામી

મળતા રાગ

રસિકરાય મારે મહોલ પધારો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી