ઉર ધારો રે વિચારો તમારો આ સારો મનુષ્યનો૧/૨

પદ-૧/૨ (રાગ:મહાડ-તાલ દાદરો)

પદ-૬૯
ઉર ધારો રે વિચારો તમારો આ સારો મનુષ્યનો,
એળે ગયો અવતાર. ટેક.
માયામાં મોહ્યો ને, જન્મ વગોયો ને ખોયો ખરેખરો યોગ;
મનવો ન ધોયો વારી વલોયો,
રોયો થયા પછી રોગ.ઉરધારો રે.
મારું મારું કરી કુટુંબી સારું, કરતો હજારૂ અકામ;
મન ભમે બાવરૂ ને ઘરમાં અંધારૂં,
પ્યારું જપ્યો નહિ નામ.ઉરધારો રે.
આંખો તે ફૂટીને અકકલ ઉઠીને, બંધ થયા બેઉ કાન;
આયુષ્ય ખૂટી ને માયા તૂટી ને,
કાયા છૂટી ગયો પ્રાણ.ઉરધારો રે.
જમ લઇ જાશે ને જીવ માર ખાશે, થાશે ફજેતી અપાર;
નારણદાસ ભજો અવિનાશ.
ત્રાસ મટે નિરધાર.ઉરધારો રે.

મૂળ પદ

ઉર ધારો રે વિચારો તમારો આ સારો મનુષ્યનો

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી