જોને જાગી રે નિર્ભાગી હવે તુને, ૨/૨

પદ-૨/૨
પદ-૭૦
જોને જાગી રે નિર્ભાગી હવે તુને,
લગની લાગી ઘણી માયા તણી મન માંય.ટેક.
માયા ને કાયા જોઇને જાયા, ગાયા નહિ ઘનશ્યામ;
ધંધામાં ધાયા લાજે લેવાયા, સાહ્યા નહિ સુખધામ.જોન જાગીરે.૧
સમજ્યો ન સીધું અવળું કીધું, પીધું તે વિષય પાન;
પુણ્ય ન કીધું પાપ જ લીધું, દીધું નહિ કાંઇ દાન.જોને જાગીરે.૨
આયુષ્ય થોડી ને દેશોમાં દોડી ને સંપત્તિ જોડી અપાર;
ખરચી ન કોડી ને શું રહ્યો પોઢી, વેલી કે મોડી જનાર.જોને જાગીરે.૩

મૂળ પદ

ઉર ધારો રે વિચારો તમારો આ સારો મનુષ્યનો

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી