નિયંતા નાથ સકલ સ્વામીરે, નિયંતા નાથ સકલ સ્વામી.૧/૫

પદ-૧/૫(રાગ :પધારે વટપતન સ્વામિ)
પદ-૨૫૮
નિયંતા નાથ સકલ સ્વામીરે, નિયંતા નાથ સકલ સ્વામી.
સચરાચર ઘટ ઘટમાં વ્યાપક, સર્વાતરયામી.નિયંતા.ટેક.
ગુણાતીત ગુણ સાગર કહાવો રે;(૨)
ધર્મ એકાંતિક સ્થાપન કરવા અવનીપર આવો.નિયંતા.૧
સનાતન અક્ષરનાં વાસી રે;(૨)
સુરનર નાયક આપ અમાયક છબી અતિ સુખરાશી.નિયંતા.૨
બિરાજો બંગલે બહુનામી રે;(૨)
દાસ નારણનાં પ્રીતમ પ્યારા સહજાનંદ સ્વામી.નિયંતા.૩

મૂળ પદ

નિયંતા નાથ સકલ સ્વામીરે, નિયંતા નાથ સકલ સ્વામી.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી