માણીગર માણકીનાં પ્યારા રે, માણીગર માણકીનાં પ્યારા;૨/૫

પદ-૨/૫
પદ-૨૫૯
માણીગર માણકીનાં પ્યારા રે, માણીગર માણકીનાં પ્યારા;
પ્રેમવતી નંદન પુરુષોત્તમ પ્રાણપતિ મારા.માણીગર.ટેક.
પરાત્પર પરમગતિ દાતા રે;(૨)
પ્રેમીજનને પ્રેમસુધારસ પ્રેમધરી પાતા.માણીગર.૧
ભકત ભયહારી અવતારી રે;(૨)
પાપ નિવારણ ભકત ઉદ્ધારણ અનુકંપા ધારી.માણીગર.૨
ધર્મકુળ મુગટમણી માવા રે;(૨)
દાસ નારણનો નાથ પધાર્યા હરિજન હરખાવા.માણીગર.૩

મૂળ પદ

નિયંતા નાથ સકલ સ્વામીરે, નિયંતા નાથ સકલ સ્વામી.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી