પ્રગટ હરિ પુરુષોત્તમ સ્વામી રે, પ્રગટ હરિ પુરુષોત્તમ સ્વામી૩/૫

પદ-૩/૫
પદ-૨૬૦
પ્રગટ હરિ પુરુષોત્તમ સ્વામી રે, પ્રગટ હરિ પુરુષોત્તમ સ્વામી;
સર્વાધિક સુખસાગર મૂર્તિ નિર્ગુણ નિષ્કામી.પ્રગટ.ટેક.
વિશ્વંભર વિશ્વતણા કર્તા રે;(૨)
પરોપકાર અપાર દયા નિજ અંતરમાં ધરતા.પ્રગટ.૨
પરમારથ કારણ પ્રેમ ધરી રે;(૨)
પ્રગટ થયા પુરુષોત્તમ પોતે સહજાનંદ હરિ.પ્રગટ.૩
સકલ શુભ ગુણ સંપન્ન છોજી રે;(૨)
દાસ નારણનાં નાથ અમારાં સંકટ હરશોજી.પ્રગટ.૪

મૂળ પદ

નિયંતા નાથ સકલ સ્વામીરે, નિયંતા નાથ સકલ સ્વામી.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી