સમાગમ સંતતણો કીજે રે૫/૫

પદ-૫/૫
પદ-૨૬૨
સમાગમ સંતતણો કીજે રે;(૨)
મન કર્મ વચને હરિ હરિજનની સેવાકરી લીજે.સમાગમ.ટેક.૧
સંતમાં શ્યામ સદા રહે છે;(૨)
મહંત સેવા દ્વાર મોક્ષનું સંત સદા કહે છે.સમાગમ.૨
શશી સમ શીતળતા કર્તા રે;(૨)
પાપને તાપ ત્રિવિધિના સર્વે સંત સદા હરતા.સમાગમ.૩
સંતથી ભીતિ સહુ ભાગે રે;(૨)
દાસ નારાયણ સંત સમાગમ કરજોડી માગે.સમાગમ.૪

મૂળ પદ

નિયંતા નાથ સકલ સ્વામીરે, નિયંતા નાથ સકલ સ્વામી.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી