આ મારા હરિનો મહિમા સ્નેહે સાંભળતાં;૧/૨

 પદ-૧/૨(રાગ : આ તારાં વચનો સારાં)

પદ-૨૬૩
આ મારા હરિનો મહિમા સ્નેહે સાંભળતાં;
આનંદ ઉપજ્યો છે મને ભારીરે....                                               આજે આ મારા.ટેક.
અનાદિ અપાર તેજોમય ધામ વાસી રે;
કોટિ કોટિ વિશ્વના વિહારી રે.......                                                આજે આ મારા.૧
તેજના સમુહ મધ્યે દિવ્ય છબી છાજે રે;
સનાતન મૂર્તિ સુખકારી રે...                                          આજે આ મારા.૨
દીન દયાળુ પ્રભુ દયા દિલ ધારી રે;
અવની પધાર્યા અવતારી રે...                                      આજે આ મારા.૩
નારાયણદાસના તો નાથ નિયંતા રે;
જેને વખાણે વેદ ચારી રે...                                            આજે આ મારા.૪
 

મૂળ પદ

આ મારા હરિનો મહિમા સ્નેહે સાંભળતાં;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી