આજ મળ્યા અવતારી રે દીનદયાળુ આજ મળ્યા૧/૨

આજ મળ્યા અવતારી રે દીનદયાળુ આજ મળ્યા.                                         ટેક.
કળીમળ બળ આપ હઠાવી;સતયુગની રીત ચલાવી;
અનુકંપા ઉરમાં ધારી ધારી રે.                                                                     દીનદયાળુ.૧
દયા કરીને દર્શન દીધાં, નર નારીને પાવન કીધાં;
ભુતળ ભક્તિ વિસ્તારી તારી રે.                                                                   દીનદયાળુ.૨
ભટકતું મન સ્થિર કરી સ્થાપ્યું, ચરણ શરણ નિજ જનને આપ્યું;
શ્રીજી સંકટ હારી હારી રે.                                                                             દીનદયાળુ.૩
દાસ નારાયણ પ્રીતે ગાવે, ભુદર ભકતોને મન ભાવે;
વૃષનંદન ઉપર વારી વારી રે.                                                                     દીનદયાળુ.૪

    

મૂળ પદ

આજ મળ્યા અવતારી રે દીનદયાળુ આજ મળ્યા

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી