આવો અવતારી ઘનશ્યામ હો મન ગમતા; ૧/૧

 પદ-૧/૧(રાગ :રસિયા ગિરધારી સુંદર શ્યામ હો)

પદ-૨૬૭
આવો અવતારી ઘનશ્યામ હો મન ગમતા;
માણીગર માવા મહેર વધારજો રે ઘેર પધારજો રે.  ટેક.
કોટિ અપરાધ મારા માફ કરીને રે;
પુરો મારા હૈડા કેરી હામ, હો મન ગમતા.                    ૧
અક્ષરના નાથ હું તો તમારે રે,
વાલા વેચાણી વગર દામ.હો મન ગમતા.                  ૨
જે જે મારૂં તે સર્વે નાથ તમારૂં રે;
તન મન ધન આદિક તમામ.હો મન ગમતા.              ૩
નારાયણદાસ કે'છે પ્રીતે પધારો રે;
શું છે બીજાનું મારે કામ.હો મન ગમતા.                       ૪
 

મૂળ પદ

આવો અવતારી ઘનશ્યામ હો મન ગમતા;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી