અવની પરે અવતાર ધરીને, ૧/૨

 પદ-૧/૨(રાગ :પીલુની ઠુમરી, સુનીયો અરજ)

પદ-૨૬૮
અવની પરે અવતાર ધરીને,
પ્રગટ થયા પ્રભુ મહેર કરીને.               અવની.ટેક.
દૈવીજનોનાં દુઃખ હરિ લીધાં,
દૈત્યો હણ્યા તમે વન વિચરીને.            અવની.૧
સતસંગ સ્થાપ્યો કળીમળ કાપ્યો,
સુખ દીધાં દુઃખ માત્ર હરિને.                અવની.૨
ચરણ શરણમાં જે જન આવ્યા,
તે તો ગયા ભવ સિંધુ તરીને.               અવની.૩
ભજન તમારૂં જે જન કરશે,
તે તો નાવે ગર્ભવાસ ફરીને.                અવની.૪
નારાયણદાસના નાથની મૂર્તિ,
નેહથી નીર્ખો નેણાં ભરીને.                   અવની.૫
 

મૂળ પદ

અવની પરે અવતાર ધરીને,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી