ગઢપુરમાં ઘનશ્યામ પધાર્યા, ૨/૨

પદ-૨/૨
પદ-૨૬૯
 
ગઢપુરમાં ઘનશ્યામ પધાર્યા,દાદા ખાચર દિલ હર્ષ વધાર્યા  ગઢપુરમાં.ટેક.
આત્મજ્ઞાન અધિક સમજાવી;કાઠી કઠણને આમ સુધાર્યા. ગઢપુરમાં.૧
દર્શન દીધાં ને ભવ દુઃખ સીધાં,ભકત કરી ભવસાગર તાર્યા. ગઢપુરમાં.૨
એવા પ્રભુને જેણે નવ જાણ્યા,તે તો સદા સુખ સંપત્તિ હાર્યા. ગઢપુરમાં.૩
અક્ષર સુખ અલૌકિક લીધું,જેણે હરિગુણ હેતે ઉચાર્યા. ગઢપુરમાં.૪
નારણદાસનો નાથ દયાળુ,કાળ માયા થકી ભકત ઉગાર્યા. ગઢપુરમાં.૫ 

મૂળ પદ

અવની પરે અવતાર ધરીને,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી